આધુનિક ઉપલેટા
ઉપલેટા એટલે એવું શહેર કે જેનું ભવિષ્ય તામ્ર પત્ર પર લખાયેલું છે.જે શહેર નું ભવિષ્ય નક્કી હોય એના વર્તમાન ની તો વાત જ શું કરવી! ભારત માં કોઈક જ એવું શહેર હશે જેના ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ ની ચર્ચા અવર નવર થતી રહેતી હોય છે. જેની આધુનિકતા ના ચર્ચા આજુબાજુ ના શહેરો માં થતા હોય
ઉપલેટા એ એક એવું શહેર છે જે રાજકોટ ની સરખામણી માં પણ ઉભું રહી શકે તેમ છે.લોકો નું માનવું એવું છે કે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે સમૃદ્ધ ઉપલેટા તાલુકો છે.જેમાં વિસ્તાર અને આર્થીક રીતની વાત થાય છે. વર્ષો પહેલા ઉપલેટા ઔદ્યોગિક રીતે ધમધમતું શહેર હતું જેમાં ઓઇલ મીલ અને ખાંડસરી ઉદ્યોગ મહત્વના હતાં. હાલની તકે પણ ઉપલેટા પ્લાસ્ટિક ના તથા ઓઈલ મીલ માટે જાણીતું છે.અને આ ઉદ્યોગો કેટલાક મજુર વર્ગ નો રોજગાર પૂરો પડતો આવીયો છે. ઉપલેટા એ દેશ ને ઉદ્યોગ ક્ષૅત્રે જ નહી પરંતુ ખેતી ક્ષૅત્રે પણ પૂરું યોગદાન છે.ઉપલેટા ને ખેતી માટે પાણી પૂરું પાડતી બે એવી નદી ભાદર નદી અને મોજ નદી ની કૃપા છે.ઉપલેટા માં મુખ્ય પાક કપાસ, મગફળી નો લેવાય છે.
ઉપલેટા બધા ક્ષેત્રે મોખરે હોય છે. એ પછી અભ્યાસ, ઉદ્યોગ કે કૃષિ હોય કે અન્ય ક્ષેત્ર હોય બધા ક્ષેત્રે આગવું સ્થાન ઉપલેટા ધરાવે છે. ૨૦૧૧ ના રિપોર્ટ નું માનીએ તો ઉપલેટા માં ત્યારે ૫૮૭૭૫ ની વસ્તી હતી જેમાં ૫૧% પુરુષ અને ૪૯% મહિલાઓ નો સમાવેશ થાય છે.ઉપલેટા નો તે સમય નો સાક્ષારતા દર ૭૧% હતો.જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ૫૯.૫% વધારે હતો જેમાં પુરુષ સાક્ષારતા દર ૭૬% અને મહિલા સાક્ષારતા દર ૬૫% હતો. એ ઉપરાંત ઉપલેટા ને રાજ્યના શહેરો સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8B પણ પસાર થાય છે.
Keep it up
ReplyDelete