ઇતિહાસ ઉપલેટા નું

              ભારત એક ધાર્મિક અને પૌરાણિક દેશ મનાય છે. જેમાં બધા રાજ્ય અને ગામ નો એક અનોખો ઇતિહાસ સમાયેલો છે.એવું જ એક ગામ ઉપલેટા જે ગુજરાત સ્થિત રાજકોટ જિલ્લા માં આવેલું છે.ઉપલેટા નું નામે આવે એટલે ભગવત સિંહજી ને તો યાદ કરવામાં આવે જ કેમ ભગવત સિંહજી એ રાજા હતા જેને ઉપલેટા નું નામે ઇતિહાસ ના ચોપડે ચડાવી દીધું. 
              ઉપલેટા નું રાજ્ય ઇ.સ.૧૭૨૫ માં ભા કુંભાજી ના હસ્તક હતું. ત્યાર બાદ ઘણા ખરા રાજાઓ આવિયા અને ઉપલેટા પર રાજ કરિયું પણ ઉપલેટા નું નામ મોખરે ભગતવ સિંહજી ના રાજ માં જ આવ્યુ.

 મહારાજા ભગવત સિંહજી નો પરિચય :-
              ભગવત સિંહજી નો જ્ન્મ ગુજરાત સ્થિત રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામ માં ઇ.સ.૧૮૬૫ માં થયો હતો અને તેમનું દુઃખદ અવસાન રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકામાં ઇ.સ.૧૯૪૪ માં થયું હતું.ભગવત સિંહજી નો અભ્યાસ રાજકુમાર કોલેજ થી થયેલો હતો. ત્યાર બાદ ઇ.સ.૧૮૯૨ થી તેઓ ઔષધ માં પારંગત થવા એડિનબગૅ યુનિવર્સિટી સાથે જોડાયા.તેમનો આ અભ્યાસ ઇ.સ.૧૮૯૫ માં સમાપ્ત થાય ગયો.તે દરમિયાન ઇ.સ.૧૮૯૪ માં તે બુડા પેસ્ટ માં ૮ મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્વચ્છતા અને લોકશાસ્ત્રીની કમિટી ના પ્રમુખ બન્યા.ત્યાર બાદ તેને ભારતીય મેડિકલ એસોસિએશન ના ઉપપ્રમુખની પદવી પણ સંભાળી હતી.
 
મહારાજા ભગવત સિંહજી નું ઉપલેટા માટે યોગદાન :-
              મહારાજા ભગવત સિંહજી એના રાજ્ય ના દરેક ગામને એક સમાન માનતા એટલે તેઓ એ એ સમય માં તેમના રાજ્ય ના દરેક ગામ ની રસ્તા નું બાંધકામ એક સમાન કારવાયું છે. જેની ખાતરી આજની તારીખ માં પણ ગોંડલ, ધોરાજી,ઉપલેટા ના રસ્તા કરે છે. જેમાં પોંહડા રસ્તા,રાહદારી ઓ ને ચાલવા માટે ફૂટપાથ,ઠેર ઠેર મજુર વર્ગ માટે વિસમાં,તથા મોટા ચોક જે આ ત્રણેય ગામની શોભા વધારે છે.એ ઉપરાંત રેલ્વે ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર પણ મહારાજા ભગવત સિંહજી જ હતા. અને આજ સુધી ત્રણેય ગામના રેલ્વે સ્ટૅસશન અડીખમ એટલીજ મજબૂતાઈ થી એકસરખી બાંધકામ થી ગામની શોભા વધારી રહયા છે.
              ઉપલેટા એ શહેર જ્યાં ભારત સૌ પ્રથમ કન્યા કેળવણી માટે કન્યા શાળા ની સ્થાપના થઇ.આ કન્યા શાળા સ્થાપના કરાવના બીજું કોઈ નહીં પણ મહારાજા ભગવત સિંહજી હતા.મહારાજ રાજ્ય સાથે પ્રજા નું પણ વિચાર તા એમ કોઈ શંકા ના જ્યારે તેમને ભૂગર્ભ વિજલાઈન નું પણ આગમન કારીયું ઉપલેટા થી. ત્યાર બાદ ઉપલેટા તાલુકા શાળા નું નિર્માણ. એ માનવ માં આવે છે કે ગોંડલ રાજ્ય નું સભા નું આયોજન ઉપલેટા માં જ થતું જેના માટે એક દરબારગઢ નું પણ નિર્માણ કારવાયું છે. જ્યાં લોકો ચોખ્ખા પાણી માટે દૂર દૂર જતા ત્યારે ઉપલેટા માં ચોખ્ખા પાણી માટે ફિલ્ટર પ્લાન હતો. જેથી ઉપલેટા ના લોકો ને શુદ્ધ પાણી માલી શકે.ત્યાર બાદ ઉપલેટા તાલુકા શાળા નું નિર્માણ પણ અનોખું થયેલું છે.જે ઉપલેટા ને આજ સુધી અદભુત બનાવે છે.
              ભગવત સિંહજી એક કુશળ રાજા સાથે એક એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતા મહાન પુરુષ પણ હતા. જે એમની સાન ના પણ વાધરો કરતું હતું. એ દૂર સુધી જોય અને વિચારી પણ શકતા હતા. જેને ધ્યાન માં રાખીને જ કાર્ય કરેલા છે. તેમણે એક ભવિષ્યવાણી પણ કરેલી છે. તામ્ર પત્ર પર અંકિત છે. જે એમને એવું લખેલું છે કે 'ઉપલેટા તાલુકા નું પતન જલસમાધી લાઇ ને થવાનું છે.' એટલે ઉપલેટા એક સમયે પાણી ની ઊંડાઈ માં સમાય જશે. એ તામ્ર પત્ર હજી પણ ગોંડલ ના મ્યુઝિયમમાં જોવા મળે છે.

Comments

Post a Comment

Popular posts from this blog

આધુનિક ઉપલેટા

ઇતિહાસ ગિરનાર નો