ઉપલેટા નો ખજાનો

          
          ઉપલેટા શાંતિ, સમૃદ્ધિ અને વૈવિધ્ય થી ભરેલું એક નાનું શહેર જે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલું છે. ઉપલેટા છે આમતો નાનું શહેર પણ વાત કરીએ ઉપલેટા ના ખજાના ની તો ઉપલેટા એ શહેર છે જેને ગુજરાત ને પણ અમુલ્ય ઇતિહાસ નો નાનો ખજાનો આપેલો છે. જેની વાત "ઇતિહાસ ઉપલેટા નો" માં કરેલી છે. ઉપલેટા એ શહેર છે.  જે કોઈ ક્ષેત્રમાં પાછળ રહીયુ નથી જેમ કે ખાણી-પીણી, કપડા, નવા ઉપકરણો, વગેરે. ઉપલેટા એ શહેર છે જ્યાં તમને કોઈ પણ વસ્તુની કમી જોવાના મલે.

  • સ્વાદ નો ખજાનો 
          એવું મનાય છે કે કાઢીયાવાડી ગુજરાતી ખાવાની બાબત માં માહિર હોય છે. ઉપલેટા પણ કાઢીયાવાળ નો ભાગ છે. તો ઉપલેટા કેમ પાછળ રહી શકે સ્વાદ ની બાબત માં ઉપલેટા કેટલીક વિવિધ વાનગી વખણાય છે જેમ કે મયુર ના ભજીયા, સુવર્ણ ની પાણીપુરી, ગણેશ ના ખમનઢોકલા, પૂર્ણિમા ની પાઉભજી, હિતુલાલ ની આઈસ્ક્રીમ વગેરે જેવી ઘણી બધી ખાણીપીણી વખણાય છે ઉપલેટા માં. મયુર ના ભજીયા અને સુવર્ણ ની પાણીપુરી અને ગણેશ નું ખમનઢોકલા તો લગભગ પાછલા પચાસ વર્ષ થી ઉપલેટા નું આકર્ષણ નું કરણ બનયા છે. આ લોકો ને ઉપલેટા ની ખાણીપીણી ના રાજા કહેવાય છે.

  • કાપડ બજાર નો ખજાનો 
          સ્વાદ પછી જો ઉપલેટા બીજી કોઈ વસ્તુ ના નામે ઓળખાતું હોય તો એ છે ઉપલેટા ની કાપડ બજાર જેને ઉપલેટા માં કટલેરી બજાર પણ કહે છે. ત્યાં દેશ વિદેશ થી કાપડ લય આવે અને તેને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી બજાર કરતા ઓછી કિંમત પાર વહેચે છે. આ બજાર માં મુખ્યત્વે પડદા, ઓછાડ, પગલૂછડીયા, વગેરે જેવા કપડાં નું વેચાણ થાય છે.

  • ઉપલેટા નો ઉદ્યોગ નો ખજાનો 
          ઉપલેટા ના ઉધોગ જગત એ તો કેટલાક લોકો ને રોજીરોટી આપી છે ઉપલેટા માં કેટલાય પ્રકાર ના ઉદ્યોગ ચાલે છે. કે પ્લાસ્ટિક, ખંડસરી, ઓઇલ મિલ, એન્ડ સાવેણી ઉધોગે જેમાં આપડે પ્લાસ્ટિક, ખંડસરી, ઓઇલ મિલ વિશે આધુનિક ઉપલેટા માં વાત કરી છે. ઉપલેટા માં સાવેેણી ઉદ્યોગ પણ જોર-શોર થી ચાલે છે. 

          જે જગ્યા પર આવી રીતે અલગ અલગ રંગ જોવા મળતા હોય તે શહેર મારુ ઉપલેટા મને મારા ઉપલેટા પર ખુબજ ગર્વ છે. અને મારા મત અનુસાર જો શાંતિમય વાતાવરણ માં સમય પસાર કરવો હોય તો ઉપલેટા જેવું કોઈ શહેર ના બને. હું તો એવુ મનુ છું કે ઉપલેટા એ ધરતી પર નું સ્વર્ગ છે.

Comments

Popular posts from this blog

ઇતિહાસ ઉપલેટા નું

આધુનિક ઉપલેટા

ઇતિહાસ ગિરનાર નો