ગરવો ગિરનાર
ગરવો ગિરનાર ગુજરાત ની આન બાણ અને સાન ઉપલેટા થી ૬૬ કિલો મીટર દૂર આવેલો ગિરનાર પર્વત જે હજારો વર્ષો થી અડગ રહી ને ભગવાન સોમનાથ નું કરતો ગુજરાત નો સૌથી ઉચ્ચો પર્વત એટલે ગિરનાર. ગિરનાર પર્વત કાઢીયાવાળ ના જુનાગઢ જિલ્લા માં આવેલો છે. ગિરનાર પર્વત પાંચ શિખરો ના સમૂહ થી બનેલો છેમ જેમાં દાતાર, ગોરખ શિખર, અંબાજી, જૈન મંદિર અને આવા નાના-મોટા કેટલાય મંદિરો નો સમાવેશ થાય છે. ગીરનાર પર્વત પર આશરે ૮૦૦ જેટલા મંદિરો આવેલા છે.
ગિરનાર પર્વત પર નવ ટૂંકો આવેલી છે. જેમાં સાતમી ટૂંક પર ભગવાન દાતાર નું મંદિર છે. અને એવું કહેવાય છે કે સાતમી ટૂંક પછી કોઈ આગળ જય શકતું નથી અને જો જય તો ફરી પાછું આવી શકતું નાથી. ગિરનાર ની પાંચમી ટૂંક એટલે ભગવાન અંબાજી માતા નું મંદિર છે. ગિરનાર પર આશરે ૯૯૯૯ પગથિયાં છે. લોકો નું એવું કહેવું છે કે ગિરનાર પાર ૧૦૦૦૦ પગથિયાં બની સકતા નથી ૧ પગથિયું બાકી રહી જાય છે અથવા તૂટી જાય છે. ગિરનાર ના ૫૦૦૦ પગથિયાં પર પાંચમી ટૂંક આવે છે. એટલે કે ભગવાન આંબાજી માતા નું મંદિર અને ત્યાં થઈ ૪૯૯૯ પગથિયાં પર સાતમી ટૂંક આવે છે. એટલે ભગવાન દાતાર નું મંદિર એટલે આમ ગિરનાર પાર ૯૯૯૯ પગથિયાં છે. ગિરનાર પ્રાચીન અને અર્વાચીન બન્ને રીતે પવિત્ર સ્થળ છે. જે હિન્દૂ અને જૈન ધર્મ નાં લોકો માટે મહત્ત્વનું યાત્રાધામ છે.
ગિરનાર પર્વત ની સાથે ગિરનાર ની તળેટી પાર આવેલુ ભાવનાથ નું મંદિર, દામોદર કુંડ, અને અશોક શિલાલેખ ગિરનાર ની ભવ્યતા માં વધારો કરે છે.
આ ઉપરાંત ગિરનાર ની શોભા વધારવા માટે ત્યાં ઉડનખટોલા (Ropeway) ની શરૂવાત કરવામાં આવી ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ આ ઉડનખટોલા એશિયા માં સૌથી લાંબુ ઉડનખાટોલા છે. આ ઉડનખાટોલા બનાવા માટે સરકારે સાથે પ્રથમ વાર પ્રસ્તાવ ૧૯૮૩ માં મુકવામાં આવ્યો હતો ત્યારે બાદ ૨૦૧૮ માં આનું બાંધકામ શરૂ થયું અને આ ઉડનખાટોલા ૧૩૦ કરોડ ના ખર્ચ પાર બનાવા માં આવ્યું છે. અને આની લંબાઈ ૨૩૨૦ મીટર લાંબી છે. અત્યારે ગિરનાર પર ૨૫ ઉડનખાટોલા ચાલી રહયા છે. એમાં ૧ ટોલી માં ૮ વ્યક્તિ નો સમાવેશ થાય શકે તેમ છે. એટલે કે ૧ કલાક માં ૧૦૦૦ યાત્રી ને ફેરવી શકવા ક્ષમતા આ ઉડનખાટોલા માં છે.
Comments
Post a Comment