Posts

ઇતિહાસ ગિરનાર નો

          ગિરનાર પર્વત હજારો વર્ષો થી અડીખમ તપ કરતો. કહેવાય છે કે ગિરનાર જેટલા વર્ષ જૂનો છે એબ કરતા પણ વધારે તેમાં ઇતિહાસ અને રહસ્યો સમાયેલા છે. પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.આ ઉપરાંત ગિરનાર તળેટી પાર આવેલું દામોદર કુંડ પણ ખૂબ ચર્ચા માં રહે છે ગિરનાર થી થોડે દુર ચાલતા પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે  આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તે ઉપરાં...

ગરવો ગિરનાર

Image
          ગરવો ગિરનાર ગુજરાત ની આન બાણ અને સાન ઉપલેટા થી ૬૬ કિલો મીટર દૂર આવેલો ગિરનાર પર્વત જે હજારો વર્ષો થી અડગ રહી ને ભગવાન સોમનાથ નું કરતો ગુજરાત નો સૌથી ઉચ્ચો પર્વત એટલે ગિરનાર. ગિરનાર પર્વત કાઢીયાવાળ ના જુનાગઢ જિલ્લા માં આવેલો છે. ગિરનાર પર્વત પાંચ શિખરો ના સમૂહ થી બનેલો છેમ જેમાં દાતાર, ગોરખ શિખર, અંબાજી, જૈન મંદિર અને આવા નાના-મોટા કેટલાય મંદિરો નો સમાવેશ થાય છે. ગીરનાર પર્વત પર આશરે ૮૦૦ જેટલા મંદિરો આવેલા છે.            ગિરનાર પર્વત પર નવ ટૂંકો આવેલી છે. જેમાં સાતમી ટૂંક પર ભગવાન દાતાર નું મંદિર છે. અને એવું કહેવાય છે કે સાતમી ટૂંક પછી કોઈ આગળ જય શકતું નથી અને જો જય તો ફરી પાછું આવી શકતું નાથી. ગિરનાર ની પાંચમી ટૂંક એટલે ભગવાન અંબાજી માતા નું મંદિર છે. ગિરનાર પર આશરે ૯૯૯૯ પગથિયાં છે. લોકો નું એવું કહેવું છે કે ગિરનાર પાર ૧૦૦૦૦ પગથિયાં બની સકતા નથી ૧ પગથિયું બાકી રહી જાય છે અથવા તૂટી જાય છે. ગિરનાર ના ૫૦૦૦ પગથિયાં પર પાંચમી ટૂંક આવે છે. એટલે કે ભગવાન આંબાજી માતા નું મંદિર અને ત્યાં થઈ ૪૯૯૯ પગથિયાં પર સાતમી ટૂંક ...

ઉપલેટા નો ખજાનો

                     ઉપલેટા શાંતિ, સમૃદ્ધિ અને વૈવિધ્ય થી ભરેલું એક નાનું શહેર જે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલું છે. ઉપલેટા છે આમતો નાનું શહેર પણ વાત કરીએ ઉપલેટા ના ખજાના ની તો ઉપલેટા એ શહેર છે જેને ગુજરાત ને પણ અમુલ્ય ઇતિહાસ નો નાનો ખજાનો આપેલો છે. જેની વાત " ઇતિહાસ ઉપલેટા નો " માં કરેલી છે. ઉપલેટા એ શહેર છે.   જે કોઈ ક્ષેત્રમાં પાછળ રહીયુ નથી જેમ કે ખાણી-પીણી, કપડા, નવા ઉપકરણો, વગેરે. ઉપલેટા એ શહેર છે જ્યાં તમને કોઈ પણ વસ્તુની કમી જોવાના મલે. સ્વાદ નો ખજાનો             એવું મનાય છે કે કાઢીયાવાડી ગુજરાતી ખાવાની બાબત માં માહિર હોય છે. ઉપલેટા પણ કાઢીયાવાળ નો ભાગ છે. તો ઉપલેટા કેમ પાછળ રહી શકે સ્વાદ ની બાબત માં ઉપલેટા કેટલીક વિવિધ વાનગી વખણાય છે જેમ કે મયુર ના ભજીયા, સુવર્ણ ની પાણીપુરી, ગણેશ ના ખમનઢોકલા, પૂર્ણિમા ની પાઉભજી, હિતુલાલ ની આઈસ્ક્રીમ વગેરે જેવી ઘણી બધી ખાણીપીણી વખણાય છે ઉપલેટા માં. મયુર ના ભજીયા અને સુવર્ણ ની પાણીપુરી અને ગણેશ નું ખમનઢોકલા તો લગભગ પાછલા પચાસ વર્ષ થી ઉપલેટા નું...

આધુનિક ઉપલેટા

Image
          આધુનિક ઉપલેટા             ઉપલેટા એટલે એવું શહેર કે જેનું ભવિષ્ય તામ્ર પત્ર પર લખાયેલું છે.જે શહેર નું ભવિષ્ય નક્કી હોય એના વર્તમાન ની તો વાત જ શું કરવી! ભારત માં કોઈક જ એવું શહેર હશે જેના ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ ની ચર્ચા અવર નવર થતી રહેતી હોય છે. જેની આધુનિકતા ના ચર્ચા આજુબાજુ ના શહેરો માં થતા હોય            ઉપલેટા એ એક એવું શહેર છે જે રાજકોટ ની સરખામણી માં પણ ઉભું રહી શકે તેમ છે.લોકો નું માનવું એવું છે કે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે સમૃદ્ધ ઉપલેટા તાલુકો છે.જેમાં વિસ્તાર અને આર્થીક રીતની વાત થાય છે. વર્ષો પહેલા ઉપલેટા ઔદ્યોગિક રીતે ધમધમતું શહેર હતું જેમાં ઓઇલ મીલ અને ખાંડસરી ઉદ્યોગ મહત્વના હતાં. હાલની તકે પણ ઉપલેટા પ્લાસ્ટિક ના તથા ઓઈલ મીલ માટે જાણીતું છે.અને આ ઉદ્યોગો કેટલાક મજુર વર્ગ નો રોજગાર પૂરો પડતો આવીયો છે. ઉપલેટા એ દેશ ને ઉદ્યોગ ક્ષૅત્રે જ નહી પરંતુ ખેતી ક્ષૅત્રે પણ પૂરું યોગદાન છે.ઉપલેટા ને ખેતી માટે પાણી પૂરું પાડતી બે એવી નદી ભાદર નદી અને મોજ નદી ની કૃપા છે.ઉપલેટા...

ઇતિહાસ ઉપલેટા નું

Image
              ભારત એક ધાર્મિક અને પૌરાણિક દેશ મનાય છે. જેમાં બધા રાજ્ય અને ગામ નો એક અનોખો ઇતિહાસ સમાયેલો છે.એવું જ એક ગામ ઉપલેટા જે ગુજરાત સ્થિત રાજકોટ જિલ્લા માં આવેલું છે.ઉપલેટા નું નામે આવે એટલે ભગવત સિંહજી ને તો યાદ કરવામાં આવે જ કેમ ભગવત સિંહજી એ રાજા હતા જેને ઉપલેટા નું નામે ઇતિહાસ ના ચોપડે ચડાવી દીધું.                ઉપલેટા નું રાજ્ય ઇ.સ.૧૭૨૫ માં ભા કુંભાજી ના હસ્તક હતું. ત્યાર બાદ ઘણા ખરા રાજાઓ આવિયા અને ઉપલેટા પર રાજ કરિયું પણ ઉપલેટા નું નામ મોખરે ભગતવ સિંહજી ના રાજ માં જ આવ્યુ.   મહારાજા ભગવત સિંહજી નો પરિચય :-               ભગવત સિંહજી નો જ્ન્મ ગુજરાત સ્થિત રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામ માં ઇ.સ.૧૮૬૫ માં થયો હતો અને તેમનું દુઃખદ અવસાન રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકામાં ઇ.સ.૧૯૪૪ માં થયું હતું.ભગવત સિંહજી નો અભ્યાસ રાજકુમાર કોલેજ થી થયેલો હતો. ત્યાર બાદ ઇ.સ.૧૮૯૨ થી તેઓ ઔષધ માં પારંગત થવા એડિનબગૅ યુનિવર્સિટી સાથે જોડાયા.તેમનો આ અભ્યાસ ઇ.સ.૧૮૯૫ માં સમાપ્ત થાય ગયો.તે દરમિ...